ગોધરા: ગોધરા શહેરના તળાવ રોડ પર આવેલ બાવાની મઢી તરીકે ઓળખાતા મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું.
ગોધરાના તળાવ રોડ પર આવેલી બાવાની મઢી મંદિરમાં અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટના અંજામ આપી. તસ્કરો દાનપેટીઓ તોડી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા. તેમણે સીસીટીવી કેમેરા તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, છતાં કેટલીક હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.