દિયોદર: લાખણીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો આગથળા પોલીસે 33 બોટલ સાથે એક શખ્સને પકડ્યો
આગથળા પોલીસે લાખણી ગામમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 33 બોટલ/ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત ₹6891/- આંકવામાં આવી છે. આ મામલે એક શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે