અંજાર: મેઘપર (કું.)માં યુવતી પર બળાત્કાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Sep 14, 2025 મેઘપર કુંભારડીની એક સોસાયટીમાં રહેનાર યુવતીને અંજાર એકતાનગરના આરોપી એવા રમેશ નામના શખ્સે નોકરીએ લગાવવાની અને લગ્ન કરવાની લાલચ આપી હતી.બાદમાં પોતાના ઓળખીતા મહિલાના ઘરે આ યુવતીને લઇ ગયો હતો,જ્યાં આ શખ્સે આ સમયગાળા દરમ્યાન યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં લગ્ન કરવાની ના પાડી હતી.આ શખ્સના ડરથી ભોગ બનનાર યુવતી ઘરમાંથી નીકળી શકતી ન હતી,બાદમાં ગતરોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.