અમદાવાદ શહેર: અમદાવાદમાં વર્ષો જૂનું 4 માળનું જર્જરિત બિલ્ડિંગ થયું ધરાશાયી
અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ 4 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે. પ્રેમચંદનગર રોડ પર વર્ષો જૂનું 4 માળનું શગુન-2 નામનું જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસની ઈમારતોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ કરાતા ધરાશાયી થયું હોવાની માહિતી છે.