લીલીયા: લાલાવદર ગામના સરપંચના વાઇરલ ઓડિયોને લઈને દલિત સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન,પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો
Lilia, Amreli | Nov 2, 2025 લીલિયા નજીક આવેલા લાલાવદર ગામના સરપંચનો એક ઓડિયો ક્લિપ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં સરપંચ દ્વારા વિવિધ સમાજો અંગે અપશબ્દો બોલવામાં આવ્યા છે અને સ્થાનિક લોકોને ધમકાવવાની વાતો કરવામાં આવી છે.આ ઓડિયો સામે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે અમરેલી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો લાલાવદર ગામ પહોંચ્યા હતા અને સરપંચના આ વર્તન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.