ગોધરા: સોનીવાડની જ્વેલર્સ દુકાનમાં ચોરીનો મામલો : શહેર બી ડિવિઝન પોલીસમથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલી “મા કૃપા જવેલર્સ” દુકાનમાં ગ્રાહક બની આવેલા અજાણ્યા ઇસમ દ્વારા ચોરીની ઘટના બની. ઇસમે દુકાનદારનું ધ્યાન ભટકાવી સોનાની 7 જોડી કડીઓ ચોરી કરી ફરાર થયો. ચોરાયેલ કડીઓનું વજન અંદાજે 20.510 ગ્રામ અને કિંમત રૂ. 1.43 લાખ જેટલી છે. ઘટના બાદ દુકાનદારે સીસીટીવી ચકાસતાં ચોરી સ્પષ્ટ જોવા મળી. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.