અંકલેશ્વર: ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ સમાજ પ્રિમયમ લીઞ સીઝન 1ની ફાઈનલ મેચ યોજાઇ
ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમ જ સમાજમાં સંપ એકતા જળવાઈ તેવા શુભ આસયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સીઝન વન નું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ મા કુલ્લે છ ટીમો એ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાં વાડ સુપર કિંગ અને ભાટવાડ કીઞઝ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતી ભાટવડ કિંગ્સે પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી.