બગદાણા ગામે સરપંચ ઉપર થયેલા હુમલા ના ઠેર ઠેર પડઘા પડી રહ્યાં છે. લીંબડી તળપદા કોળી અને ઠાકોર ચુંવાળિયા કોળી સમાજે રેલી કાઢી સેવા સદન કચેરી ખાતે પહોચ્યા હતા અને બગદાણા ના સરપંચ નવનીત ભાઈ ના હુમલા મા પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય અને જે મુખ્ય આરોપી છે એના નામનો પોલીસ FIR માં ઉલ્લેખ કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી કોળી સમાજ ના આગેવાન રાકેશ ડાભી એ પ્રતિક્રિયા આપી હતી મોટી સંખ્યામાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.