તળાજા: મહુવા ચોકડી નજીક તળાજી નદીનો પુલ બન્યો જોખમી! પુલ નીચે ગાબડાં પડતાં અકસ્માતનો ભય
તળાજા શહેરની મહુવા ચોકડી નજીક આવેલ તળાજી નદીનો પુલ હાલ અત્યંત જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આજે તા. 21 જૂન 2026, રવિવારના બપોરના સમયે પુલની નીચેના ભાગમાં મોટા ગાબડાં પડ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. પરંતુ પુલની હાલની સ્થિતિ જોતા કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પુલની નીચે