મહુવા: મહુવાના ભાદ્રોડ ઝાપા પાસે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, ભાદ્રોડ ઝાપા નજીક કોઈ બાબતે થયેલી તકરાર દરમિયાન યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે