આગથળામાં સ્થપાયેલ “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. તેમણે સમગ્ર પ્લાન્ટની મુલાકાત કરી તેની કાર્ય પદ્ધતિ જાણી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે બનાસ ડેરી સાથે જોડાયેલી પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો હતો. આ પ્રોજેક્ટના લોકાર્પણથી પશુપાલકો ખેડૂતોને ફાયદો થશે