વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને કોગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ઈમેલ મારફતે વાલિયા સહિત ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કપાસ ખરીદી દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સીસીઆઈમાં રજુઆત કરી હતી.જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ આપો આપ સમાપ્ત થતી નથી,આ હકીકત CCI અને કેન્દ્ર સરકારને સમજવી પડશે.સી.સી.આઈ દ્વારા કપાસ કિસાન એપ અને હેલ્પલાઈનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.