મહેમદાવાદ: સિહુંજના વેપારી સોશિયલ સાઈટમાં આવેલ સસ્તા ભાવની ચીજવસ્તુઓ ખરીદવા જતાં છેતરાયા
મહે. તાલુકાના સિહુંજના વેપારી સોશિયલ સાઈટમાં ખરીદવાં જતાં છેતરાયા. સસ્તા ભાવની ચીજવસ્તુઓ માટે લીંક પર કલીક લિંક ઓપન કરી વસ્તુઓ જોઈ હતી પરંતુ ખરીદી કરી ન હતી. મોબાઈલમાં ટેક્સ મેસેજ અને ઓટીપી આવ્યો હતો. બેંકમાં જઈ તપાસ કરતા એકાઉન્ટમાંથી બે ટ્રાન્જેકશન થકી કુલ રૂ. 56 હજાર ઉપાડી લીધા હોવાનું માલુમ પડ્યું હતું. વેપારીએ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આઇટી અન્વયે ગુનો નોંધ્યો હતો. જે ફરિયાદને લઈને પોલીસ દ્વારા વધુ પૂછતાછ, કાર્યવાહી તૅમજ તપાસ હાથ ધરાઈ.