અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલી ૬૯મી રાજ્યકક્ષાની શાળાકીય ખો-ખો સ્પર્ધાના અંડર-૧૯ રાઉન્ડમાં રાજ્યની ૪૭ ટીમો વચ્ચે કઠોર સ્પર્ધા જોવા મળી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળની સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત પંચમહાલની જે. આર. દેસાઈ સ્પોર્ટ્સ સ્કુલની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. ફાઈનલમાં પંચમહાલની ટીમે આહવા-ડાંગને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વિજયથી પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા