વોંધ ગામ નજીક મોડી રાત્રે મીની બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મીની બસમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાને કારણે નાસભાગ મચી જવા પામી હતી. ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બસમાં બેસેલા લોકોનું આબાદ બચાવ કર્યો હતો.