છોટાઉદેપુર: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોને સાંસદ જશુભાઈની શુભેચ્છા
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત પ્રમુખ માધુભાઈ રાઠવા અને ઉપપ્રમુખ અરુણભાઈ રાઠવા સાથે સાંસદ જશુભાઈ રાઠવાએ મુલાકાત કરી હતી. સાંસદે બંનેને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કામગીરી માટે શુભકામનાઓ આપી હતી.