ગોધરા શહેર બી ડિવિઝન અને ગૌરક્ષક સ્ક્વોડ પોલીસે દરુણિયા રોડ પર મુસા મસ્જિદ સામેના ગોડાઉન પાસેથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે 9 જાન્યુઆરીએ વોચ ગોઠવી હતી. બાઈક પર આવી રહેલા બે ઇસમોને અટકાવવાનો પ્રયાસ કરતા તેઓ બાઈક અને માંસ મૂકીને ફરાર થઈ ગયા. તપાસમાં બાઈક પરના બોક્સમાંથી 30 કિલો શંકાસ્પદ માંસ મળ્યું. માંસ અને બાઈક મળીને રૂ.36 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો. માંસ ગૌમાંસ હોવાની આશંકાએ પરીક્ષણ માટે મોકલાયું અને ફરાર ઇસમોની શો