આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીના ફાર્માસ્યુટિકલ સાયન્સીસ વિભાગ દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી
Anand, Anand | Sep 26, 2025 આ અવસર પર યુનિવર્સિટીના ફાર્મસી વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને પ્રેઝન્ટેશન્સ દ્વારા ફાર્માસિસ્ટની આરોગ્યક્ષેત્રે અવિસ્મરણીય ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયથી શહીદ ચોક સુધી પ્લેકાર્ડ અને બેનરો સાથે રેલી કાઢી તથા સૂત્રોચારો દ્વારા જનજાગૃતિ ફેલાવી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી