ગાંધીધામ: મુખ્ય બજાર વિસ્તારમાં મનપા દ્વારા વાદવિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે સતત બીજા દિવસે મક્કમતારૂપી જાણો કેટલા દબાણો દૂર કરાયા
કોર્પોરેશન કમિશનર, મનીષ ગુરવાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સતત બીજા દિવસે પણ સવારના દસ વાગ્યાથી સાંજે અંદાજિત સાડા પાંચ વાગ્યા સુધી દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે સવારના અરસામાં અમુક આગેવાનો દ્વારા ફરજમાં રૂકાવટ કરાતા સમજાવટના ભાગરૂપે એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.વાદવિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે મક્કમતારૂપી આ ઝુંબેશમાં આજરોજ કુલ-૯૨ દબાણો દુર કરવામાં આવ્યા હતા.