ભરૂચ: GSTમાં સુધારાને લઈ જન જાગૃતિ ફેલાવવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભોલાવ ખાતે વિશેષ અભિયાન હાથ ધરાયું.
મોદી સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યા છે.જે સુધારાઓ અંગે જન જાગૃતિ ફેલાવવા માટે ભરૂચના ભોલાવ ગામના સુરભી ચોક ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાનમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.