ગોધરા: રણજીતનગર GFL કંપનીમાં ગેસ લીકેજ બાદ તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રાખવાની સલામતી ઇન્સ્પેક્ટર ધ્વારા જાહેરાત કરાઈ
ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. કંપનીના સીએફસી (ડી) પ્લાન્ટમાં બનેલી આ ઘટના કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતા વ્યાપી હતી.પ્રકરણ અંગે રાજ્યના ઔદ્યોગિક સલામતી વિભાગના ઇન્સ્પેક્ટર ડી.આર. પ્રજાપતિ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઉપસ્થિત રહેલ રજુઆત કર્તાઓને જાણકારી આપતાં જણાવ્યું કે ઘટનાની વિગતવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.