ખંભાત: રેલવે સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતમાં અથડામણ, એકને તલવાર મારી, ઘર અને ટેમ્પી સળગાવી
ખંભાત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટી પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એકને તલવાર મારીને ઈજાઓ પહોંચાડી હતી. જે સાથે સામે પક્ષે ઘર અને ટેમ્પીને સળગાવી મારી હતી.જે અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ ગુનાઓ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ભરતભાઈ રાજેશભાઈ રાણા અને સામા પક્ષે આરતીકૌર ભારતસિંગ તેલપેથીયાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.