દેવરાજ દેપાળ સ્કૂલ, જામનગર ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડીઆઇઇટી), જામનગરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શહેરી કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫-૨૬ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.આ પ્રદર્શનમાં શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ગણિત પ્રત્યે રસ કેળવવાના ઉદ્દેશ સાથે નવીન કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.