તળાજા: સરતાનપર બંદરે દરિયામાં દુર્ઘટના, ત્રણ બાળકો ડૂબ્યા
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામેથી એક દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ તારીખ 24 મે 2026, રવિવારના સવારના અંદાજે 11 કલાકે સરતાનપર બંદર ગામના “દાંડા” તરીકે ઓળખાતા દરિયા વિસ્તારમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય બાળકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી એક બાળકીને સ્થાનિક લોકોની મદદથી સહી સલામત દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે અન્ય બે બાળકો દરિયામાં ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવ્ય