અંજાર: નગાવલાડીયામાં એક્સપ્રેસ બસોના સ્ટોપ અપાતા સરપંચ દેવઈબેન કાનગડએ હર્ષની લાગણી સાથે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો
Anjar, Kutch | Sep 21, 2025 અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના પ્રયત્નોથી મુન્દ્રા, માંડવી આદિપુર તરફ જતી તથા તમામ એક્સપ્રેસ બસોના નગાવલાડીયામાં સ્ટોપ ચાલુ કરાવતા સરપંચ દેવઈબેન કાનગડે હર્ષની લાગણી સાથે ધારાસભ્યનો અભાર વ્યક્ત કર્યો હતો. આ બસોના નગાવલાડીયામાં સ્ટોપ ચાલુ થવાથી નગાવલાડીયા, બીટા વલાડીયા (ઉગમણા), બીટા વલાડીયા (આથમણા), વીરા તથા માથક દરેક ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ,મહિલાઓ તથા વડીલોને માર્ગ અવરજવરમાં મોટી સગવડ મળી રહેશે તથા સમય અને ખર્ચમાં પણ રાહત મળી રહેશે.