રાણપુર: રાણપુર પોલીસે અપહરણ અને પોસ્કોના ગુન્હામા નાસતો ફરતો આરોપીને ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો
Ranpur, Botad | Sep 26, 2025 બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ ના ઝાલાભાઇ ગમારા,લગધીરસિંહ ચુડાસમા,અશોકભાઈ ઝાપડીયા,ગભરુભાઈ સરૈયા,અપેક્ષાબેન ગણપતભાઈ એ રાણપુર પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી અપહરણના અને પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કિશનભાઇ ઓધાભાઇ ધલવાણીયા ઉ.વ.૨૩ રહે.ભેંસજાળ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળા ને તથા સગીરવયની ભોગબનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી પકડી લઈ આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો.