દિયોદર તાલુકાના ઓઢા ગામે બુધવારે બપોરે 2 વાગ્યે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ બિલ્ડીંગમાં 9 વર્ગખંડો અને 3 સુલભ શૌચાલયનો સમાવેશ થાય છે. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. ધારાસભ્ય કેસાજી ચૌહાણે મુખ્ય બિલ્ડીંગને ખુલ્લું મૂકી તકતીનું અનાવરણ કર્યું હતું.આ ઉપરાંત, નવે નવ રૂમ્સને અલગ અલગ મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને ખુલ્લા મુકવામાં આવ્યાં હતા