સીંગવડ: ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે EMRS સિંગવડ ખાતે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું
Singvad, Dahod | Nov 10, 2025 આજે તારીખ 10/11/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે ઈ.એમ.આર.એસ. સિંગવડ ખાતે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં પરંપરાગત વસ્ત્ર પરિધાન સ્પર્ધા, આદિવાસી લોકગીત સ્પર્ધા, વાર્તા કહાની સ્પર્ધા તેમજ લોકનૃત્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન થયું હતું.કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાનો સંવર્ધન કરવાનો હતો.