મોરબી: ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું મોરબીમાં ભવ્ય સ્વાગત
Morvi, Morbi | Oct 20, 2025 ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કાંતિભાઈ અમૃતિયા પ્રથમ વખત મોરબી પધાર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી આવતા પહેલા ચોટીલા ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ મોરબીના હળવદ અને પોતાના વતન જેતપર તેમજ ભરતનગર પહોંચ્યા હતા. અંતે, તેઓ મોરબીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ...