હાલોલના નાની ઉભરવાન ગામ પાસે તા.13 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક પાણીના ટેન્કર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.ચોપરા ગામના લક્ષ્મણભાઈને પગના ભાગે ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઇજા પહોચી હતી,તેમની પત્ની કુસુમબેન ને પગમા ફ્રેક્ચર થયુ હતું, તેમજ તેમની 10 વર્ષની દીકરી સંધ્યાને પણ પગના ભાગે ફ્રેક્ચર થયુ હતુ ત્રણેય ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા હતા