અમરેલી કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરી એ બોટાદ ની પોલીસ કાર્યવાહી સામે આકરા પ્રહારો કર્યા.
Amreli City, Amreli | Oct 18, 2025
બોટાદમાં પોલીસની કાર્યવાહી સામે અમરેલી કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીનો વિરોધી વિડીયો વાયરલ બોટાદ જિલ્લામાં એક ખેડૂત પર પોલીસ દ્વારા મારકૂટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીએ વિડીયો જાહેર કરી તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં ભંડેરીએ જણાવ્યું છે કે ખેડૂત સાથે થયેલી ઘટના અત્યંત નંદનીય છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. વિડીયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.