જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ ભાણપુરા ગામે યોજાયો હતો
જાંબુઘોડાના ભાણપુરા ગામે તા.24 સપ્ટેમ્બર બુધવારના રોજ જાંબુઘોડા પોલીસના પીઆઈ એસ.બી.બુટીયાની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો આ કાયર્ક્રમનો હેતુ પોલીસ અને લોકો વચ્ચે સંવાદ સ્થાપીને જન જાગૃતિ ફેલાવવાનો હતો જેમાં ગ્રામજનોએ પણ પોતાની સમસ્યા ઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ભાણપુરાના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેની માહિતી તા.24 સપ્ટેમ્બર બુધવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઇ હતી