વઢવાણ: વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો
1 ડિસેમ્બરના રોજ "સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને શિવ મંગલ ખાદી ગ્રામોઉદ્યોગ વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે એઈડ્સ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં નિષ્ણાતોએ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.