રાણાવાવ: ખીરસરા ગામે ડેમમાં છલાંગ લગાવેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો,રાણાવાવ ખાતે ખસેડાયો
રાણાવાવ તાલુકા ના ખીરસરા ગામે ડેમ ખાતે ખીરસરા ગામના રવિ લાલજીભાઈ સાદીયા નામનો યુવાન મોટર સાઈકલ ડેમ સાઇટ પર રાખી ડેમમાં પડી જતા પોરબંદર ફાયર વિભાગ દ્વારા સતત 2 દિવસ સુધી બોટ વડે શોધખોળ કરી હતી.ગઈકાલે મોડી રાત્રે યુવાનનું મૃતદેહ મળી આવતા ફાયરની ટીમ દ્વારા સીએચસી રાણાવાવ ખાતે મોકલી આપવામાં આવેલ છે.