બિબ્બર પાસે પોલીસે બોલેરોને ઊભી રાખવાનો ઇશારો કરતાં બોલેરો નાસી હતી અને પોલીસે તેનો પીછો કર્યો હતો. પૂરપાટ બોલેરોએ શાળા પાસે બેઠેલા પશુઓ પર ગાડી ચડાવી દેતાં એક ગાયનું મોત અને બે ગાય ઘાયલ થઇ હતી. ચંદ્રનગરનો બોલેરોચાલક વાહન મૂકી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે નિરોણા પોલીસ મથકે કોન્સ્ટેબલ ભરતભાઇ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા સાથી પોલીસ કર્મચારીઓ સાથે તા. 18/10ના રાત્રિ પેટ્રોલિંગમાં હતા ત્યારે અડધી રાત્રે ભીમસર-નખત્રાણા તરફથી આવતી બોલેરો નં. જીજે-