હાલ દિવાળીના પર્વને માંડ માંડ ગણતરીના દિવસો બાકી છે.ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જે ભીડની તકનો લાભ લઈ ગુનેગારો સ્નેચિંગ અને ચોરી જેવી ઘટનાઓને અંજામ ન આપે તે માટે લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે.આ સાથે જ ભારે ભીડભાડવાળા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.જે પૈકી ચૌટા બજારમાં વિસ્તારમાં બુધવારે સાંજે લાલગેટ પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફે ફુટ પેટ્રોલિંગ હાથ ધરી લોકોને અવેર કર્યા હતા.