અમીરગઢ: લાખોના દારૂ ઉપર ફર્યું પોલીસનું બુલ્ડોઝર, અંદાજે 25000 જેટલી વિવિધ બ્રાન્ડની બોટલોને કરાઈ નષ્ટ.
લાખોના દારૂ ઉપર ફર્યું પોલીસનું બલ્ડોઝર,અંદાજે 25,000 જેટલી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો કરાઈ નષ્ટ.આજે સાંજે 6:30 કલાક આસપાસ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સેલ ટેક્સ ઓફિસ નજીક અમીરગઢ,અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ દારૂનો મુદ્દામાલ અંદાજે 25000 જેટલી બોટલોને નષ્ટ કરાઈ,અંદાજે 85 લાખનો મુદ્દામાલ એએસપી સુમન નાલાની અધ્યક્ષતામાં નષ્ટ કરાયો હતો. વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.