શહેરા: આવતી કાલથી શરૂ થતી નવરાત્રિને લઈ શહેરાના ચાંદણગઢમાં ખેલૈયાઓ માટે ગરબા ગ્રાઉન્ડ તૈયારી કરી દેવાયું
આવતી કાલથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને દરવર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢમાં ખેલૈયાઓ માટે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યું છે,જ્યાં ખોડિયાર યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે,અહીં નવરાત્રિના નવેય નવ દિવસ માતાજીની પૂજા અર્ચના તેમજ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે,આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે,જેમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી માઁ ની આરાધના કરતા હોય છે.