ધાનેરા: ધાનેરામાં પ્રાંત અધિકારીની ટીમે 5 વાહનો ઝડપ્યા: રોયલ્ટી વિનાના અને ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો સામે કાર્યવાહી
ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર સહિત 6 કર્મચારીઓની ટીમે ગત રાત્રિ દરમિયાન કાર્યવાહી કરી હતી,ટીમે ધાનેરા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ પાંચ વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.