રાજકોટ દક્ષિણ: આજી જીઆઇડીસીમાં રહેતા માનસિક રીતે અસ્વસ્થ 16 વર્ષીય સગીરે બીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી, પરિવારમાં ગમગીની
આજી જીઆઇડીસીમાં રહેતા માનસિક રીતે અસવસ્થ 16 વર્ષીય સગીરને ગત તારીખ 20 ઓક્ટોબરના રોજ મગજની દવા લેવા જવાનું કહેતા સગીર ઉશ્કેરાઈ ગયો હતો અને ઘર નજીક આવેલ કારખાનાના બીજા માળે પહોંચી અચાનક છલાંગ લગાવી દીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સગીરને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં મોડી રાત્રિના સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. થોરાળા પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી.