પલસાણા: કરણ ગામમાં દિવાળીના અવસરે ચોરીનો પ્રયાસ નિષ્ફળ: જાગૃત ગ્રામજનોએ માત્ર 7 મિનિટમાં ચોરોને ભગાડ્યા, ચોર CCTV મા કેદ
Palsana, Surat | Oct 8, 2025 કરણ ગામે ઘાંચી ફળિયામાં બુધવારે મળસ્કે 1.08 વાગ્યાના અરસામાં ચાર જેટલા ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદે ગામમાં આવ્યા હતા ઘાંચી ફળિયામાં પ્રવેશતા કૂતરાઓએ ભુકવાનું શરૂ કરતાં ચોર લોકોએ પથ્થરમારો કરી કૂતરાઓને ભગાવ્યા અને ચાર માંથી ત્રણ ચોર ફળિયામાં પ્રવેશી ચેક કરતા હતા જ્યારે એક ચોર ફળિયાને નાકે નજર રાખી બેઠો હતો, ત્યાં ગામના જાગૃત લોકોએ CCTV મા ચહલ પહલ જોતા ગામમાં જાણ કરતા ગામ લોકો જાગી ગયા અને ચોર ચોરની બૂમો પાડતા કલાક 1.15 વાગ્યે ચોર નાસી ગયા