ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે બાતમીના આધારે મીઠીરોહર ગામમાં PI એસ.વી. ગોજીયાના માર્ગદર્શન અનવર ઇબ્રાહીમ વારાના રહેણાંક મકાનમાં રેઈડ કરી હતી.આ કાર્યવાહી દરમિયાન 24 વર્ષીય આરોપી અનવર વારાની ધરપકડ કરવામાં આવી છે.આરોપી પાસેથી રોયલ સ્ટગ,ઓસિઝન ગોલ્ડ અને ઓલ્ડ મન્ક રમની કુલ 54 બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત આશરે 72,600 રૂપિયા થાય છે.પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.