નડિયાદ: તસ્કરોએ મંદિરને પણ ના છોડ્યુ, કોકરણ મંદિરમાં ચોરીની ઘટના.
નડિયાદ ના સુપ્રસિદ્ધ કોકરાણ મંદિરમાં ચોરી.રાત્રિના સમયે મંદિરમાં ઘૂસેલા તસ્કરો 2 દાનપેટી ચોરીગયા .ચોરી કર્યા બાદ તસ્કરો એ દાનપેટી મંદિરની પાછળ જ ફેંકી, અને ત્યાં જ પેટી તોડી રૂપિયા ચોરી ગયા.જોકે અહીં ચોંકાવનારી બાબત એ છે કે મંદિરમાં પૂજારી અને પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો કાળા કરિગયા.સમગ્ર ઘટના બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે