ભરૂચ: નર્મદા નદીના તટે ઉગેલા બેટ ચિંતાનો વિષય, ઉનાળાની શરૂઆત સાથે જ જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. #jansamasya
હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે,અને સાથે સાથે પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં આંકડાઓ મુજબ ઘટાડો નોંધાઈ રહ્યો છે.ગરમીની તીવ્રતા વધતાં, નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસે છે. નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં, પણ લાખો લોકો માટે શ્રદ્ધાનો પ્રતીક છે.