કડી: કડી શહેરના કરણનગર રોડ પર આવેલ અવસર પાર્ટી પ્લોટ સામે સરદાર પટેલ ગ્રુપ (SPG)દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
Kadi, Mahesana | Nov 16, 2025 આજે 16 નવેમ્બરના રોજ સાંજે કડી શહેરના કરણનગર રોડ પર આવેલ અવસર પાર્ટી પ્લોટ ની સામે સરદાર પટેલ ગ્રુપ(SPG) દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા એસ.પી.જી ગ્રુપના કાર્યકરોએ અગાઉ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો યોજી હતી.