શહેરામાં ઉતરાયણ પર્વની છેલ્લી ઘડીએ પતંગ બજારમાં વિવિધ પ્રકારની પતંગોની ખરીદી અને દોરી તૈયાર કરવા માટે પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા,સાથેસાથે પતંગ રસિયાઓએ ટોપી અને ચશ્માની પણ ખરીદી કરી હતી.ખાસ કરીને બાળકો અને યુવાઓમાં તેમની ફીરકીની દોરી ખૂબ જ સારી ક્વોલિટીની હોય અને વધુ પ્રમાણમાં બીજાની પતંગને કાપી શકે તેવા માંઝાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.