પલસાણા: કિમ થી નવસારી જતી વિપુલ ટ્રાવેલર્સ ની મીની લકઝરી બસને એક્સપ્રેસ હાઈવે ઉપર નડ્યો અકસ્માત પાંચ ઘાયલ
Palsana, Surat | Nov 1, 2025 કિમ થી નવસારી તરફ જતી વિપુલ ટ્રાવેલર્સની મીની લકઝરી બસ નંબર DD 01 S 9843 નો ચાલક પુર ઝડપે હંકારી જઈ રહ્યો હતો ત્યારે મીની બસના ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ ચાલતી ભેંસો ભરેલી ટ્રક નંબર RJ 21 GB 6348 ની પાછળ ધડાકા ભેર ભટકાતા બસમાં સવાર કેટલાક ઇજાગ્રસ્ત મુસાફરો રોડ ઉપર ફંગોળાયા હતા જેની જાણ એક વાહન ચાલકે એના ટોલ પ્લાઝા ઉપર કરતા હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ તેમજ 108 એમ્બ્યુલન્સ સાથે ક્રેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડ્યા