હાલમાં કડી કલ્યાણપુરા રોડ જકાતનાકાથી નર્મદા કેનાલ સુધી નવીન બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે.તે રોડ પર ગઈ તારીખ 12 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક ટ્રેલર પલ્ટી મારી ગયું હતું.અને સાઈડમાં પડ્યું હતું જો કે વહેલી સવાર નો ટાઈમ હોય સાધનોની અવર-જવર ના હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.હાલમાં કડી કલ્યાણપુરા રોડ નું નિર્માણ ચાલતું હોય ત્યાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટ્રેલર તેમજ મોટા સાધનો ત્યાંથી રાત્રિ દરમિયાન એન્ટ્રી કરી દેતા હોય છે