હાલોલ: યાત્રાધામ પાવાગઢ મા વહેલી સવાર થી વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી આહલાદક નજારો માણ્યો
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પાવાગઢ ડુંગર ઉપર ધીમીધારે વરસાદ વરસ્યો હતો વરસાદ પડતા જ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને ધુમ્મસ ભર્યા વાતાવરણ અને આહલાદક નજારા માણતા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા જ્યારે આજે રવિવારે પાવાગઢ માં લાખો ની જનમેદની વરસાદી વાતાવરણ માં કુદરતી સૌંદર્ય ની મજા માણી હતી ત્યારે બીજી તરફ આજે રવિવારની રજા ને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટયું હતું