નડિયાદ: ધારાસભ્ય દ્વારા GST દરમાં ઘટાડા બાદ સંતરામ રોડ પર સ્થિત દુકાનદારો અને ગ્રાહકોની મુલાકાત લેવામાં આવી
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા GST વેરામા ઘટાડો કરી સૌ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે ઐતિહાસિક ભેટ આપી છે ત્યારે GST બચત મહોત્સવ અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદમાં સંતરામ રોડ પર દુકાનદારોની અને બજારમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકો સાથે સંવાદ કરી ઐતિહાસિક નિર્ણય વિશે અવગત કરાવ્યા સાથે સ્વદેશી ઝુંબેશ અંતર્ગત સ્વદેશી ઉત્પાદન અપનાવવા અને આત્મનિર્ભર ભારત વિષય પર ગ્રાહકો અને દુકાનદારોની પ્રતિક્રિયા મેળવી હતી.